જગન્નાથ મંદિરમાં વાજતે ગાજતે મુસ્લિમ સમાજે આપ્યો ચાંદીનો રથ ભેટમાં, છેલ્લા 24 વર્ષથી ચાલતી આ પરંપરા... - 147th Rath Yatra of Ahmedabad - 147TH RATH YATRA OF AHMEDABAD
🎬 Watch Now: Feature Video
Published : Jul 3, 2024, 5:50 PM IST
અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામી રથયાત્રા નિમિત્તે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ જગન્નાથ મંદિરને અર્પણ કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે રઉફ શેખ બંગાળીની આગેવાની હેઠળ મુસ્લિમ સંપ્રદાયનાં લોકોએ મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ આપીને કોમી એકતા અને ભાઇચારાનો સંદેશ આપ્યો હતો. મુસ્લિમ સમાજ તરફથી સતત 25મો ચાંદીનો રથ અર્પણ કરીને સિલ્વર જ્યુબીલી રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
રથયાત્રાના થોડા દિવસ અગાઉ છેલ્લા 24 વર્ષથી મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ જગન્નાથ મંદિરમાં ભેટ આપવામાં આવે છે. બીજી તરફ રમજાનના દિવસોમાં મહંત દિલીપદાસજી મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ઇફતારીમાં ભાગ લેવા જાય છે. રઉફ બંગાળીએ આ રથ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના શાસન દરમિયાન છેલ્લા 30 વર્ષોમાં ગુજરાત અને અમદાવાદમાં જે સુખ-શાંતિ રહી છે તે આગલળ પણ ચાલતી રહે. મુસ્લિમ સમાજ છેલ્લા 24 વર્ષથી આ પરંપરા નિભાવી રહયા છે, જેનું મુખ્ય કારણ લોકોમાં ભાઈચારો અને કોમી એકતા બની રહે તેવો સંદેશ આપવાનું છે. લોકોન શાંતિથી આ 147મી રથયાત્રાની ઉજવણી કરે અને હેમખેમ રથ મંદિરમાં પાછો આવે તેવી આપીલ કરી છે. 150થી વધુ સર્વ ધર્મના અગ્રણીઓ વાજતે ગાજતે હાથમાં ભગવાનનો રથ લઇને જમાલપુરથી નિજમંદિર પહોંચ્યા હતા.