સુરતમાં તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયું ઓલપાડ, જુઓ ડ્રોન વીડિયો - Surat Tiranga Yatra - SURAT TIRANGA YATRA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-08-2024/640-480-22184461-thumbnail-16x9-x.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Aug 12, 2024, 1:58 PM IST
સુરત: સુરતના ઓલપાડ ખાતે આજે સોમવારે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. યોજાયેલી તિરંગા યાત્રામાં ઓલપાડ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતના ઓલપાડ ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલપાડ ખાતે 2 કિમી લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રાનું પ્રસ્થાન વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે કર્યું હતું. ઓલપાડના મુખ્ય બજાર ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું. જેમાં ઓલપાડ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતેથી રેલી નીકળી હતી અને ઓલપાડ તાલુકા પંચાયત ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ૧૫મી ઓગષ્ટના પર્વ પૂર્વે યોજાયેલી તિરંગા રેલીમાં 4 હજારથી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રામાં પોલીસના જવાનો પણ જોડાયા હતા. વંદે માતરમ્ ના નારા સાથે નીકળેલી રેલીએ ઓલપાડમાં દેશભક્તિનો માહોલ ઉભો કર્યો હતો અને શહીદ જવાનોને યાદ કર્યા હતા.