નવસારીમાં જામ્યો વરસાદી માહોલ, અત્ર-તત્ર-સર્વત્ર વરસાદી પાણી ફરી વળ્યા - Navsari News - NAVSARI NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jul 12, 2024, 10:41 PM IST
નવસારીઃ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જનજીવન ખોરવાયું છે જ્યારે નવસારી શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને વાહનનો ખોટકાયાની પણ સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારો ચાર પુલ, કુંભારવાડ, ગોલવાડ ગ્રીડ, મંકોડિયા, જૂનાથાણા, લુનસીકુઈ જેવા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. વરસાદની શરૂઆતના સમયમાં જ શહેરનામાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોનસુન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. બીજી તરફ નવસારી જિલ્લામાં ડાંગરની ખેતી વધુ હોવાથી ડાંગર પકવતા ખેડૂતોએ વાવણી ની શરૂઆત કરી છે. જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા સમગ્ર જ્યારે વરસાદના કારણે કોઈ અનિષ્ટનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પિનાકીન પટેલે જણાવ્યું હતું કે, હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે જેને લઈને ડાંગર પકવતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે.