જયેશ રાદડિયાની વાત નીકળતા નરેશ પટેલે કહ્યું ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ - Naresh Patel birthday - NARESH PATEL BIRTHDAY
🎬 Watch Now: Feature Video
Published : Jul 11, 2024, 1:57 PM IST
રાજકોટ : ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર આગેવાન નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. આ નિમિત્તે રાજકોટના સરદાર ધામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીનરોની આજે મહત્વપૂર્ણ બેઠક પણ મળી હતી. જેમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે નરેશ પટેલે ચર્ચામાં રહેલા જયેશ રાદડિયા અંગે નિવેદન આપતા કહ્યું કે, સવા મહિના પછી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી. સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ,જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય. જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ, ઘરમાં કંઈક હોય જ નહીં ઘરમાં સમાધાન હોય. જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે, જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઉભા રહ્યા છીએ.