Shaktisinh Gohil: રાજ્ય સભામાં શક્તિ સિંહ ગોહિલે ભાજપ સરકાર પર કર્યા આકરા વાક પ્રહાર - BJP Congress
🎬 Watch Now: Feature Video
Published : Feb 9, 2024, 8:54 AM IST
દિલ્હીઃ રાજ્ય સભામાં કૉંગ્રેસ સાંસદ શક્તિ સિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા વાક પ્રહાર કર્યા. ગૃહમાં વચગાળાના બજેટ 2024 પર ચર્ચા થઈ રહી હતી. જેમાં શક્તિ સિંહે પોતાનો વારો આવતા ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા વાક પ્રહાર કર્યા. શક્તિ સિંહે કહ્યું કે વર્ષ 2014, 2019માં ભાજપે આપેલા એક પણ વચન પૂરા કર્યા નથી. ભાજપ આજે આ વચનોને જુમલા ગણાવે છે. અમારી પણ સરકાર હતી અમે રાઈટ ટુ એજ્યુકેશનનું વચન આપ્યું તે પૂરુ કર્યુ. અમે ફૂડ સેફટી બિલનું વચન આપ્યું હતું તે પૂરુ કર્યુ છે. જ્યારે આ ભાજપે પોતે 2014માં આપેલા વચનો પૂરા કર્યા નથી. બજેટ એ સરકારીની નીતિ અને નિયતનું નિરુપણ કરે છે. દેશની જનતાને વર્ષ 2014 અને 2019માં આપેલ વચનો અંગે કોઈ જાહેરાત આ સરકારના આ છેલ્લા બજેટમાં થવાની આશા હતી. જે કેન્દ્ર સરકારે પૂરી ન કરી.