મોરારીબાપુએ રાજકોટ દુર્ઘટનામાં મૃતકોને સહાય જાહેર કરી, 5 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી - Moraribapu declared aid - MORARIBAPU DECLARED AID
🎬 Watch Now: Feature Video
Published : May 26, 2024, 6:53 PM IST
ગોંડલ: રાજકોટમાં ભયાનક અગ્નિકાંડમાં બાળકો અને યુવાનો સહિત ઘણા લોકો આગમાં દાઝી ગયા હતાં, જેને સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને પૈસા આપવામાં આવશે ત્યારે ગોંડલમાં ચાલતી રામચરિત માનસ કથામાં મોરારીબાપુએ રાજકોટની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને પાંચ લાખની જાહેર સહાય કરી હતી. રાજકોટમાં TPR ગેમ ઝોનમાં અગમ્ય કારણોસર ભયાનક આગ લાગી ગઇ હતી. જેમાં 28 જેટલા બાળકો અને યુવાનોના મોત થયા છે. રાજ્યમાં આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે અને ઘણા બચી ગયેલા લોકો અત્યારે પોતાના જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર અને પીએમઓ દ્વારા મૃતકોના પરિવાર જનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગોંડલમાં ચાલતી રામ ચરિત માનસ કથાના વ્યાસપીઠેથી મોરારી બાપુએ મૃતકોને 5 લાખ આપવાની જાહેરાત કરી છે.