આદિવાસી સમાજ છવાયો, અંબાજી નર્સિંગ કોલેજમાં 80 ટકા આદિવાસી વિદ્યાર્થીઓ - World Tribal Day 2024 - WORLD TRIBAL DAY 2024
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-08-2024/640-480-22174750-thumbnail-16x9-x-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Aug 10, 2024, 9:03 PM IST
મહેસાણા : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત મહેસાણા નજીક આવેલી નર્સિંગ કોલેજમાં આયોજીત કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો હતો. આ કોલેજમાં 1,500 વિદ્યાર્થીઓ પૈકી 80 ટકા આદિવાસી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. વળી આ 80 ટકા વિદ્યાર્થીઓમાં પણ 60 ટકા વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. આમ સરકારનું બેટી પઢાવો સૂત્ર પણ સાર્થક થતું જોવા મળી રહ્યું છે. અહીં નર્સિંગ, BSc., B.C.A., MSc, કોમર્સ , MLT સહિતના અભ્યાસમાં આદિવાસી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનો દબદબો વધ્યો છે. એટલે કે, આદિવાસી સમાજ એજ્યુકેશનમાં આગળ વધી રહ્યો છે. નર્સિંગ કોલેજમાં આયોજીત આ કાર્યક્રમમાં પહેલી નજરે જ આદિવાસી વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મહત્તમ સહાયની પ્રોત્સાહનની અસર જોવા મળી રહી હતી.