Rajpipla News: જૈન દેરાસરની 16માં પાટોત્સવ નિમિતે મહાપૂજાનું આયોજાન - 16th Patotsav of Rajpipla
🎬 Watch Now: Feature Video
Published : Jan 31, 2024, 5:59 PM IST
રાજપીપળા: શહેરમાં દરબાર રોડ ખાતે જૈન દેરાસર બન્યાને 16 વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપળા શહેરના લોકો જોડાઈ શકે તે માટે આ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપળાના અતુલભાઈ ગંગર પરિવાર દ્વારા અને જૈન સમાજ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જૈન દેરાસરની ઉપર જે ધજા ચઢાવવાની છે તે ધજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. શાસન વંદના તરીકે રાજપીપલા શહેરમાં વરઘોડો ફર્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો જૈન મુનિજી સહીત નવા ઉપવાસી ઓ સાથે જાહેર માર્ગ પર વરઘાડો ફર્યો હતો. સાથે રાજચંદ્ર સુરી જે જૈન ગુરુ દ્વારા આ અનુષ્ઠાનમાં વિશ્વ શાંતિ પાઠ અને અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.