આદિવાસી નેતા ગણપત વસાવાએ વતન વાડી ગામમાં કર્યુ મતદાન - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 7:42 PM IST
સુરતઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ ચાલુ થઈ ગયું છે. લોકોએ સવારથી જ લાઈનમાં ઉભા રહીને મત આપવાની શરૂઆત કરી હતી. ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ મત આપવા માટે વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયા હતા. 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાએ પણ પોતાના વતન ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે મતદાન મથક પહોંચી મતદાન કર્યુ હતું. ગણપત વસાવાએ સૌ કોઈ મતદારોને નજીકના મતદાન મથક ખાતે જઈ મતદાન કરવા અપીલ કરી હતી. તેઓ સાથે વાડી ગ્રામ પંચાયતના સરપંચ ભૂપેન્દ્ર વસાવા, કૃપાલ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, આજે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે. સૌ કોઈએ દેશ હિતમાં મતદાન કરવું જોઈએ, મેં પણ ઉમરપાડાના વાડી ખાતે મારા વતનમાં મતદાન કર્યુ છે. સૌને મતદાન કરવા હું અપીલ કરુ છું.