સંઘપ્રદેશ દાદરા નગર હવેલી બેઠક પર કોણ મારશે બાજી, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી - lok sabha election result 2024
🎬 Watch Now: Feature Video
સેલવાસ: લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન હતું. જેની 4 જૂને મતગણતરી શરુ થઇ છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની 1 લોકસભા બેઠક પર થયેલ મતદાનની મતગણતરી કરાડની પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાઈ છે. સવારે 8 વાગ્યે મતગણતરી હાથ ધરતા પહેલા તમામ સ્ટાફ અને જે તે પક્ષના એજન્ટો, ઉમેદવારોને મતગણતરી કક્ષમાં પ્રવેશ અપાયો હતો. આ તબક્કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
દાદરા નગર હવેલીમાં 72.52 ટકા મતદાન
દાદરા નગર હવેલી બેઠક પર કુલ 72.52 ટકા મતદાન નોંધાયું હતું. દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર 1,48,095 પુરુષ અને 1,34,929 સ્ત્રી મતદારો મળી કુલ 2,83,035 મતદારો પૈકી 2,05,248 મતદારોએ મતદાન કરતા 72.52 ટકા મતદાન નોંધાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર 2024 લોકસભા ચૂંટણી માટે 5 ઉમેદવારો મેદાને છે. જેમાં (1) અજિત રામજી માહલા કોંગ્રેસ ઉમેદવાર (2) ડેલકર કલાબેન મોહનભાઇ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર (3) બોરસા સંદીપભાઈ એસ. બહુજન સમાજ પાર્ટી ઉમેદવાર (4) કુરાડા દીપકભાઈ ભારત આદિવાસી પાર્ટી ઉમેદવાર (5) શૈલેષભાઇ વરઠા અપક્ષ ઉમેદવાર છે, આ તમામનું ભાવિ હાલ મતદાન પૂર્ણ થયા બાદ EVMમાં સીલ થયું છે.