વારાણસીમાં વડાપ્રધાન, પીએમ મોદીનો રોડ શો LIVE - PM Narendra Modis road show - PM NARENDRA MODIS ROAD SHOW
🎬 Watch Now: Feature Video


Published : May 13, 2024, 5:10 PM IST
|Updated : May 13, 2024, 7:54 PM IST
ઉત્તરપ્રદેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. આજે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદીના રોડ શોને લઈને જનતામાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓમાં ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે લોકો દૂર દૂરથી આવ્યા છે, રોડની બંને સાઈડ ભારે તાપ અને ગરમી વચ્ચે પણ લોકોની મોટી સંખ્યા જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો લંકાના માલવિયા સ્ક્વેરથી સંત રવિદાસ ગેટ, આસી, શિવાલા, સોનારપુરા, જંગંબડી, ગોદૌલિયા થઈને શ્રી કાશી વિશ્વનાથ ધામ સુધી રોડ શો કરી રહ્યાં છે. આ રોડ શો સમાપ્ત થયાં બાદ તેઓ વિશ્વનાથ ધામથી મૈદાગિન સ્ક્વેર, કબીરચૌરા, લહુરાબીર, તેલિયાબાગ તિરાહા, ચોકઘાટ સ્ક્વેર, લકડી મંડી, કેન્ટ ઓવરબ્રિજ, લહરતારા સ્ક્વેર, મંડુવાડીહ સ્ક્વેર, કાકરમત્તા ઓવરબ્રિજ થઈને રાત્રિ રોકાણ માટે BLW ગેસ્ટ હાઉસ જશે.
Last Updated : May 13, 2024, 7:54 PM IST