ETV Bharat / state

ગુજરાતમાં મેટાન્યૂમો વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એક્શનમાં, સાવચેતી માટે જાહેર કરી માર્ગદર્શિકા - METAPNEUMO VIRUS

શ્વસનને લગતા આ વાયરસના કારણે શિયાળામાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં આ વાયરસના કારણે સામાન્ય શરદી અને ફ્લુ જેવા લક્ષણો દેખાયા હોય છે.

ગુજરાતમાં મેટાન્યૂમો વાયરસ
ગુજરાતમાં મેટાન્યૂમો વાયરસ (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2025, 3:50 PM IST

અમદાવાદ: ચીનમાં હાહાકાર મચાવનાર HMPV એટલે કે હ્યુમન મેટોન્યૂમો વાયરસનો પ્રથમ કેસ બેંગ્લોરમાં નોંધાઈ ચૂક્યો છે. શ્વસનને લગતા આ વાયરસના કારણે શિયાળામાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં આ વાયરસના કારણે સામાન્ય શરદી અને ફ્લુ જેવા લક્ષણો દેખાયા હોય છે. આ વચ્ચે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 2 માસના બાળકમાં મેટા ન્યૂમો વાયરસ ડિટેક્ટ થતા રાજ્યનું આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે અને શ્વસન સંબંધિત રોગોથી સાવચેતી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

આરોગ્ય વિભાગ દ્વારા શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ માટે શું કરવું અને શું ન કરવું તેને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

શું કરવું:

  • જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ ક૨વો.
  • ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
  • તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહે૨ સ્થળો પર જવાનું ટાળવું.
  • વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
  • પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
  • શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ના કરવું:

  • આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ.
  • ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
  • જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

નોંધનીય છે કે, અગાઉ રિપોર્ટ્સ હતા કે ચીનમાં જોવા મળેલા HMPV વાયરસનો કેસ અમદાવાદના ચાંદખેડાની હોસ્પિટલમાં નોંધાયો છે. જોકે હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે, આ મેટોન્યુમો વાયરસ (MPV) છે અને ચીનના હ્યુમન મેટાન્યૂમો વાયરસ સાથે તેનો કોઈ સંબંધ છે નહીં તે આગળ અન્ય રિપોર્ટ્સની તપાસ બાદ જાણી શકાશે, પરંતુ તેમણે બાળકમાં મેટાન્યૂમો વાઈરસ હોવાનું સ્વીકાર્યું હતું. બાળકની તબિયત હાલમાં સ્થિર છે. મોડાસાની નજીક રહેતા એક ગામમાં બે મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી તાવ હોવાના કારણે સારવાર અર્થે ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

  1. બાળકોમાં HMPV ના લક્ષણો: બાળરોગના ચેપી રોગના નિષ્ણાત જીવલેણ વાયરસ વિશે શંકા દૂર કરે છે, જાણો
  2. દેશમાં HMPV નો પ્રથમ કેસ સામે આવ્યો, 8 મહિનાનું બાળક સંક્રમિત, એડવાઈઝરી થશે જારી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.