ETV Bharat / state

કચ્છના કંઢેરાઈમાં 19 વર્ષીય યુવતી 28 કલાકથી બોરવેલમાં, હજુ 300 ફૂટ દૂર - KUTCH BOREWELL ACCIDENT

ભુજના કંઢેરાઈ ગામમાં 19 વર્ષીય યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને લઈને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે.

કચ્છના કંડેરાઈ ગામે 19 વર્ષીય યુવતી બોરવેલમાં ખાબકતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
કચ્છના કંડેરાઈ ગામે 19 વર્ષીય યુવતી બોરવેલમાં ખાબકતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2025, 3:48 PM IST

Updated : Jan 7, 2025, 11:37 AM IST

કચ્છ: ભુજના કંઢેરાઈ ગામના વાડી વિસ્તારમાં 19 વર્ષીય યુવતી સવારના 5:00 થી 5:30 વાગ્યાના અરસામાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. યુવતીને ભુજ ફાયર વિભાગ તેમજ 108 ઈમરજન્સી સર્વિસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ દ્વારા બોરવેલમાં કેમેરો મોકલીને પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે યુવતીને ઓક્સિજન પણ પૂરુ પાડવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, સ્થાનિક રેસક્યુ દ્વારા કરાતી કામગીરીના 12 વધુ કલાક પૂર્ણ થયાં છે.

ઘટના સ્થળે અધિકારીઓનો કાફલો પહોંચ્યો: સમગ્ર ઘટનાની જાણ થતા પશ્ચિમ કચ્છ SP, પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ પોલીસ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે આ યુવતી બોરવેલમાં કેવી રીતે પડી તે એક મોટો સવાલ છે, જેને જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ યુવતીના રેસ્ક્યુ માટે ગાંધીનગરથી NDRFની ટીમ પણ રવાના થઇ ચૂકી છે. ત્યારે BSFના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જો કે, હજુ સુધી બોરવેલની અંદર પડેલી યુવતીની સ્થિતિ જાણી શકાય નથી.

કચ્છના કંઢેરાઈ ગામે 19 વર્ષીય યુવતી બોરવેલમાં ખાબકતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું (ETV BHARAT GUJARAT)

રેસ્ક્યુ ટીમના પ્રયાસોને 28 કલાક થયા: બોરવેલમાં ફસાયેલી યુવતીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમના પ્રયાસોને 28 કલાકથી વધુનો સમય થઈ ગયો છે. હજુ પણ યુવતી બોરવેલમાં ફસાયેલી છે. જે હજુ 300 ફૂટ અટકેલી છે. આ યુવતીને બહાર કાઢવા માટે NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જે અંગે પ્રાંત અધિકારીએ નિવેદન આપ્યુ કે, યુવતીની હજુ પણ બેભાન હાલતમાં છે. યુવતી હજુ બોરવેલની અંદર સુધી ન જાય તે માટે નીચેથી સપોર્ટ આપીને એલ હુક બનાવવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે રોબોટ દ્વારા પણ પ્રયત્ન કરાયો હતો. છતાા સફળતા મળી નહોતી.

કચ્છના કંઢેરાઈ ગામે 19 વર્ષીય યુવતી બોરવેલમાં ખાબકતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી: NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી, BSF, આર્મી, ડિઝાસ્ટર અને ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમોની ભારે જહેમત બાદ સફળતા ન મળતા NDRFની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. 12 કલાકથી વધુ સમય સુધી યુવતી બોરવેલમાં ફસાયેલી છે. રેસ્ક્યુ કામગીરી માટે કચ્છ વહીવટી તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે.

19 વર્ષની યુવતી બોરવેલમાં પડી: જો કે, યુવતી સાથે વાડીમાં કામ કરતા ફાતિમાબાઈએ જણાવ્યું કે, યુવતીની હાલમાં જ સગાઈ થઈ હતી અને બંને યુવક યુવતી વચ્ચે કોઈ બાબતે ગત રાત્રે મનદુઃખ થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી સવારના સમયે યુવતીએ બોરવેલમાં ઝંપલાવ્યું હોય તેવું બની શકે છે. ત્યારે યુવતીના ભાઈ લાલસિંહે જણાવ્યું કે, સવારના સમયે તેની દિકરી અને તેની બેન ઈન્દ્રા મીના સવારમાં શૌચ ક્રિયા માટે ગયા હતા. ત્યાં ફક્ત તેની દિકરી જ પરત આવી હતી. તેથી તેઓએ બહાર જઇને તપાસ કરી હતી. ત્યારે 19 વર્ષની યુવતી ઈન્દ્રા બોરવેલની અંદરથી બચાવો બચાવોની બૂમો પાડી હતી.

બોરવેલમાં ઓક્સિજન સપ્લાય મોકલાયો: ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બોરવેલની આસપાસ મોટા મોટા પથ્થરો રાખીને બોરવેલને ઢાંકી દેવામાં આવ્યો હતો. જેથી આ યુવતી બોરવેલમાં પડી કેવી રીતે તે ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, 19 વર્ષની યુવતી આ બોરવેલમાં પડી એ પણ આશ્વર્યજનક બાબત મનાઈ રહી છે. બોરવેલની અંદર હાલમાં ઓક્સિજન સપ્લાય મોકલી તેમજ કેમેરા દ્વારા હાલમાં પરિસ્થિતિ જાણવામાં આવી રહી છે. જોકે યુવતી કઈ રીતે બોરવેલ ની અંદર પડી તે યુવતીના રેસ્ક્યુ બાદ જ જાણી શકાશે.

આ પણ વાંચો:

  1. 'સંવેદનાનો સ્વાદોત્સવ', ભુજમાં આયોજિત ફૂડ ફેસ્ટિવલમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની વાનગીઓએ જમાવ્યું આકર્ષણ
  2. કચ્છમાં એક તરફી પ્રેમીએ યુવતીની કરી ઘાતકી હત્યા, આરોપીને ફાંસીની માંગ સાથે સર્વ સમાજની રેલી

Last Updated : Jan 7, 2025, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.