પાટણના પટ પર અનેક વાર ચિત્ત થયા બાદ કોંગ્રેસે ફરીથી ચંદનજીને ઉતાર્યા મેદાનમાં - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 3:47 PM IST

પાટણ: ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણના પટ પર અનેક વાર ચિત્ત થયા બાદ કોંગ્રેસે ફરીથી ચંદનજીને મેદાનમાં ઉતાર્યા છે. પોતાના નામની માફક ચંદનજી પોતાની સુવાસ ફેલાવવામાં સફળ જશે કે નિષ્ફળ જશે, તે ચૂંટણી પરિણામ બાદ જ જાણવા મળશે. તેઓ સતત મતદારો વચ્ચે જઈ રહ્યા છે. Etv ભારતે કોંગ્રેસના પાટણના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સાથે એક્સક્લુઝીવ  વાતચીત કરી હતી. ચાલો જાણીએ ચંદનજીએ શું જણાવ્યું?

ચંદનજી ઠાકોરે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ પાટણની ધરતી પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ સભા સંબોધન કરી છે. સમગ્ર લોકસભા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો મારી સાથે ચૂંટણી પ્રચારમાં ઉમટી પડ્યા છે. કોંગ્રેસને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપના શાસનથી પ્રજા નારાજ છે અને ઇન્ડિયા ગઠબંધન મજબૂત થઈ રહ્યું છે. જન સમર્થનને કારણે હું જંગી બહુમતીથી જીતી રહ્યો છું.

  1. છત્તીસગઢમાં ભાજપનો મેગા પ્રચાર : કાંકેરમાં શાહની હુંકાર, દુર્ગમાં જે.પી. નડ્ડા ચૂંટણી ધૂમ મચાવશે - Loksabha Election 2024
  2. PM મોદીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવાની માંગ, દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી - DELHI HC REJECT PETITION

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.