રાજકોટમાં ફૂલછાબ ચોક નજીક રીક્ષા સાથે દારૂનો જથ્થો ઝડપાયો - Liquor Seized in Rajkot - LIQUOR SEIZED IN RAJKOT
🎬 Watch Now: Feature Video
Published : Jul 18, 2024, 10:43 PM IST
રાજકોટ: શહેરના ફુલછાબ ચોક નજીકથી દારૂ ભરેલી રીક્ષા મળી આવી હતી. જેથી પોલીસે રિક્ષા કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી વિગત મુજબ સાંજના સમયે એક શંકાસ્પદ રીક્ષા રાજકોટના પોલીસ કમિશનર કચેરી નજીક આવેલા ફૂલછાબ ચોક પાસેથી પસાર થઈ હતી. ત્યારે રીક્ષા કોઈ કારણસર પલટી મારી જતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને દારૂના જથ્થા સહિત રીક્ષાને કબજે કરી હતી. પરંતુ રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર ત્યાંથી નાસી ગયો હતો. પરંતુ સવાલ એ થાય છે કે, પોલીસ સ્ટેશનની આટલી નજીક દારૂનો આટલો મોટો જથ્થો હેરાફેરી થતો હતો તો પોલીસને કેમ ખબર ના પડી. તે વિસ્તારના પીઆઇ પણ ગોળ ગોળ જવાબ આપતા જોવા મળ્યા હતા. તો પોલીસે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.