અમદાવાદ: હિતેન કુમાર... ગુજરાતી ફિલ્મ અભિનેતાનું આ નામ કોઈથી અજાણ નથી, તેમણે પોતાની દીર્ઘ અભિનય કારકિર્દી દરમિયાન એકથી એક ચડીયાતા પાત્રો ભજવીને લાખો-કરોડો લોકોના દિલ જીત્યા છે, ગુજરાતની જનતા તેમને અઢળક પ્રેમ કરે છે, ત્યારે પ્રેમ વિશે તેઓ શું માને છે એ જણાવ્યું છે ખુદ હિતેન કુમારે
ઉતરાયણના પર્વમાં અનેક વ્યક્તિઓ પ્રેમમાં પડે છે...
ગુજરાતી ફિલ્મ કલાકાર હિતેનકુમારે પ્રેમી તરીકેના અનેક પાત્રો ફિલ્મના સોનેરી પડદે ભજવ્યા છે. ઉતરાયણના પર્વમાં અનેક વ્યક્તિઓ પ્રેમમાં પડે છે, અને પ્રેમ પામે છે.
પ્રેમ એટલે શું ?
એક કલાકાર તરીકે તો પ્રેમના પાઠ હિતેનકુમારે પોતાના અભનિય દ્વારા ગુજરાતીઓને ભણાવ્યા છે. પણ આજે હિતેનકુમારે પ્રેમ એટલે શું અને પ્રેમ બાબતે એ શું માને છે, પ્રેમની ભૂમિકા તેમના અંગત જીવનમાં કેવી રહી એ અંગે ETV BHARAT સાથેના સંવાદમાં કંઈક આગવા અંદાજ કહી...
'પ્રેમ એ અભિવ્યક્તિ છે, સામાવાળી વ્યક્તિને પ્રેમ સલામતી આપે છે': હિતેનકુમાર, અભિનેતા
મહત્વપૂર્ણ છે કે, ગુજરાતના લોકપ્રિય અભિનેતા હિતેનકુમારે અનેક ગુજરાતી ફિલ્મોમાં શાનદાર અભિનય કરી લોકોના દિલ જીત્યા છે. હિતેનકુમારે પોતાની દીર્ઘ કારકિર્દીમાં અનેક ફિલ્મોમાં પ્રેમ સંબંધિત પાત્રો પણ ભજવ્યા છે અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આગળ લાવવામાં પણ એક નિર્ણયક ભૂમિકા ભજવી છે.