કચ્છના નખત્રાણામાં 33 મીમી વરસાદ ખાબક્યો, સર્વત્ર જળબંબાકાર - Kutch Nakhatrana 33 MM Rain - KUTCH NAKHATRANA 33 MM RAIN
🎬 Watch Now: Feature Video
Published : May 15, 2024, 10:15 PM IST
કચ્છઃ રાજ્યમાં બદલાયેલ વાતાવરણે ભારે તારાજી સર્જી છે. કચ્છમાં પણ સતત 3જા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કચ્છના નખત્રાણા, અબડાસા, ભચાઉ તાલુકાના અનેક ગામોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને નખત્રાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લીધે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ થઈ હતી. નખત્રાણામાં 33 મીમી વરસાદ પડ્યો હતો. મુખ્ય બજારમાં પણ પાણી ફરી વળ્યા હતા. આ અગાઉ પૂર્વ કચ્છમાં પણ 2 દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. પશ્ચિમ કચ્છમાં પણ વરસાદના આગમનથી કચ્છના ખેડૂતોમા ચિંતા પ્રસરી છે. આજે નખત્રાણા તાલુકાના નેત્રા, ઉખેડા, કોટડા, કાદિયા, રસલિયા ટોડીયા, મથલ, વિથોણ, નારણપર, સંઘડ, વવાર સહિતના વિસ્તારમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે વરસેલા કમોસમી વરસાદના પગલે ભુજ-નખત્રાણા-લખપત રાજય ધોરીમાર્ગ પર ટાફ્રિક ખોરવાયો હતો. નખત્રાણાના બસ સ્ટેશન વિસ્તાર તથા મેઈન બજાર અને વથાણ વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે તકલીફ પડી હતી.