જૂનાગઢ: આજે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું પરિણામ હતું, જેમાં ભાજપ તરફથી વોર્ડ નંબર 9 માંથી આકાશ કટારા અને કોંગ્રેસ તરફથી વોર્ડ નંબર 5 માંથી અંજલી મકવાણા સૌથી યુવાન ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જેમાં આકાશ કટારાનો વિજય થયો છે પરંતુ અંજલી મકવાણાની હાર થઈ છે. હાર અને જીત બાદ બંને ઉમેદવારોએ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરીને આગામી સમયમાં જૂનાગઢ કોર્પોરેશનમાં તેમની રાજનીતિ મુદ્દે મુક્ત મને વાત કરી હતી.
હારેલા અને જીતેલા સૌથી યુવાન ઉમેદવારોનો પ્રતિભાવ: આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીની મતગણતરી હતી. જેમાં ભાજપે સત્તાના સૂત્રો જાળવી રાખ્યા છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે વોર્ડ 9 અને 5 માંથી યુવાન ઉમેદવારોની પસંદગી કરી હતી. આ બંને ઉમેદવારો 22 વર્ષથી નીચેની વય ધરાવે છે. વોર્ડ નંબર 9 માંથી ભાજપે પૂર્વ કોર્પોરેટર કરમણ કટારાના પુત્ર આકાશ કટારાને ટિકિટ આપી હતી.
ચૂંટણી પરિણામો બાદ બંને યુવાન ઉમેદવારોએ ઈટીવી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને આવનારા પાંચ વર્ષ દરમિયાન જીતેલા અને હારેલા ઉમેદવાર તેમનું વિઝન જૂનાગઢ કોર્પોરેશનને લઈને સ્પષ્ટ કર્યું હતું.

જીતેલા એ વિકાસ તો હારેલા એ કામ કરવાની વ્યક્ત કરી ઈચ્છા:
વોર્ડ નંબર 9 માંથી વિજેતા બનેલા આકાશ કટારાએ તેમના વોર્ડને સમગ્ર ગુજરાત રાજ્યનો સૌથી સારો અને વિકસિત વોર્ડ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 9 નંબરના વોર્ડમાં સમગ્ર રાજ્યમાં નામના ધરાવતું પ્રવાસન તીર્થક્ષેત્ર ભવનાથ આવે છે જેથી ટુરિઝમને લઈને પણ આ વોર્ડમાં વિકાસની અનેક શક્યતાઓ છે જેને ધ્યાને રાખીને ચૂંટણી જીતેલા આકાશ કટારા તેના વોર્ડને ગુજરાતનો શ્રેષ્ઠ વોર્ડ બનાવવાની આશા વ્યક્ત કરી છે.

બીજી તરફ ચૂંટણી હારેલા કોંગ્રેસના યુવા ઉમેદવાર અંજલી મકવાણાએ પણ આ હાર નથી પરંતુ પ્રજાએ તેમના પર વ્યક્ત કરેલો વિશ્વાસ છે જે ચૂંટણી જીત સુધી પહોંચી નથી શક્યો. પરંતુ પાંચ વર્ષ સુધી તેઓ આ જ પ્રકારે લોકોની વચ્ચે રહેશે. લોકોની સમસ્યાઓ સત્તા સુધી પહોંચાડશે અને લોકોનો અવાજ બનીને તેમના વોર્ડમાં સતત પાંચ વર્ષ સુધી કામ કરશે તેવી ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી. તેઓ વ્યક્તિગત માને છે કે, રાજકારણમાં હાર બાદ જીતનો રસ્તો પ્રસ્થાપિત થતો હોય છે. તેઓ પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં હતા. પહેલી વખત લોકોએ તેમને વિજયશ્રી નથી બનાવ્યા. પરંતુ લોકોની સમસ્યાને લઈને તેઓ સતત લડતા જોવા મળશે.
આ પણ વાંચો: