એકસ આર્મીમેનનું થયું બોગસ મતદાન, માધાપર મતદાન મથકે પહોંચતા તેમના ક્રમાંકે કોઈ અન્ય મતદાન કરી ગયું - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 3:45 PM IST
કચ્છ : કચ્છ લોકસભા બેઠક પર સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે ભુજ તાલુકાના માધાપર જુનાવાસની કન્યા શાળામાં બોગસ મતદાનની ફરિયાદ સામે આવી છે. ક્ષત્રિય સમાજના રણજીતસિંહ જાડેજાએ બોગસ મતદાન થયું હોવાની ફરિયાદ કરી છે. મતદાન મથકમાં જ્યારે રણજીતસિંહ મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમનું મતદાન કોઈએ અગાઉ કરી જ લીધું હતું. રણજીતસિંહની જગ્યાએ મતદાન કરેલ વ્યક્તિ અભણ હોતા અંગૂઠો મારીને મત કરેલ છે જ્યારે રણજીતસિંહ એક્સ આર્મીમેન છે. રણજીતસિંહ દ્વારા મતદાન મથક પરના પ્રિસાઇડિંગ ઓફિસરનું પૂછાનું લેવામાં આવ્યું. ઓળખ કાર્ડ તરીકે આધાર કાર્ડના નંબર પણ મેચ થતા ન હોવા છતાં મતદાન કર્યું. પરંતુ અધિકારીએ બીજી વાર મતદાન કરવા જણાવ્યું ત્યારે મતદારે ના પાડી. ફરિયાદીએ પોલીસને સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છે. માધાપર પોલીસ સ્ટેશનના પીઆઈ પી. બી. ગઢવીએ આક્ષેપોના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.