કચ્છની સ્થિતિ વણસી, નદીઓ ગાંડીતૂર, ડેમ ઓવરફ્લો, ધોરીમાર્ગ બંધ - Kutch weather update - KUTCH WEATHER UPDATE
🎬 Watch Now: Feature Video
Published : Jul 23, 2024, 12:28 PM IST
|Updated : Jul 23, 2024, 1:17 PM IST
કચ્છ : હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં ગત રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં નખત્રાણામાં 4 ઇંચ, મુન્દ્રામાં 5 ઇંચ અને માંડવીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. નાની સિંચાઇ અને મધ્યમ સિંચાઇના ડેમ ઓવરફ્લો થયા છે, સાથે જ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. માંડવીનું ઐતિહાસિક ટોપણસર તળાવ પણ ઓવરફ્લો થયું છે. ભારે વરસાદના પગલે નખત્રાણા તાલુકામાં માર્ગો બંધ થાય છે. મથલ પાસે નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ અને જદોડર પાસે નખત્રાણા-નલિયા રાજ્ય ધોરીમાર્ગ બંધ થયો છે. નદીઓ બે કાંઠે વહેતી થતા નખત્રાણા તાલુકાના આંતરિક માર્ગ બંધ થયા છે. નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે, જે મધ્ય સિંચાઈનો ડેમ છે. આ ડેમ ખેતી માટે ઉપયોગી છે, આથી ખેડૂતોમાં રાજીપો જોવા મળ્યો હતો. અબડાસાના નરેડી ગામની નદી, રોહા સુમરી ગામની નદી, વાંકોલ માતાજી નદી, નાગરોચા તળાવ, નાના ભાડિયા નદી, રુકમાવતી નદી, લાખણિયા નદીમાં ભારે પૂર જોવા મળ્યા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા.