સુરતના આ મલ્ટીપ્લેક્ષને પણ સીલ કરાયું, નિયમોને નેવે મુકીને ફરતા સંચાલકોમાં ફફડાટ - Kim Lakshmi Multiplex sealed - KIM LAKSHMI MULTIPLEX SEALED

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2024, 10:22 AM IST

ઓલપાડ: ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલ લક્ષ્મી મલ્ટીપ્લેક્ષમાં સેફટીના નિયમોને લઈને ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણીમાં કોઈપણ પ્રકારના સેફટીના નિયમો તેમજ જરૂરી કાગળો રજૂ ન કરી શકતા મલ્ટીપ્લેક્ષ સીલ કરવામાં આવ્યું હતું. આ અંગે મળતી વિગત મુજબ રાજકોટ ખાતે ગેમઝોનમાં બનેલી આગની હ્રદયદ્રાવક ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. તંત્ર દ્વારા કડક પગલા લઈ મલ્ટીપ્લેક્ષ, સ્કૂલો, મોલ, ટ્યુશન કલાસીસ વગેરેમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ઓલપાડ મામલતદાર સહિત તાલુકા જવાબદાર અધિકારીઓ, પોલીસ સ્ટાફ દ્વારા કીમ ગામે ચાલતા લક્ષ્મી મલ્ટીપ્લેક્ષ ખાતે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં નિયમોને ગજવે ઘાલી સંચાલકો કાયદાની એસી તેસી કરતા ઝડપાયા હતા.અધિકારીઓ દ્વારા મલ્ટીપ્લેક્ષ સંચાલકો પાસે મંજૂરીના જરૂરી કાગળો રજુ કરી શક્યા ન હતા. ફાયર નિયમોની અવગણના દેખાઈ આવી હતી. તમામ ફાયર બોટલો એક્સપાયરી ડેટના માલુમ પડ્યા હતા. ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પણ એક જ હતા. તપાસમાં ક્ષતિ જોવા મળતા તાત્કાલિક સદર મલ્ટીપ્લેક્ષને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેથી સંચાલકોમાં સોંપો પડી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.