Morbi Crime : ઘરકંકાસમાં માઠું પરિણામ, હળવદમાં બાળકને મોતને ઘાટ ઉતારનાર હત્યારો પિતા ઝડપાયો - Morbi Crime
🎬 Watch Now: Feature Video
Published : Mar 14, 2024, 11:22 AM IST
મોરબી : હળવદના ટીકર રણ ગામે પત્ની સાથે ઝઘડો કર્યા થયા બાદ આક્રોશિત પિતાએ પોતાના જ બાળકને ખેતરમાં ફેંકી દીધું હતું. જેમાં ગંભીર ઈજા પહોંચતા માસૂમનું મોત થયું હતું. જે બનાવને પગલે પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાને ઝડપી લીધો છે.
ઘરકંકાસનું માઠું પરિણામ : મૂળ ધ્રાંગધ્રાના કુડા ગામના વતની અને હાલ ટીકર રણમાં મીઠાની મજુરી કરતા અમીના માણેકે તેના પતિ અસગર માણેક વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીના પતિ અસગર અનવર માણેકે પત્નીને લગ્નમાં કોઈની સાથે બેસવા જવાનું નથી કહીને મૂઢ માર મારી ઝઘડો કર્યો હતો. જેથી દીકરાને લઈને પિયરમાં જવાની વાત કરતા આરોપી રોષે ભરાયો હતો. આરોપીએ પિયરમાં જવાની ના પાડી દીકરાને ઘરની પાછળ આવેલા ખેતરમાં લઈ જઈને જમીન પર પછાડ્યો હતો. જેમાં બાળકને માથાના ભાગે ઇજા પહોંચતા તેનું મોત થયું હતું.
હત્યારો પિતા ઝડપાયો : હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી. હાલમાં હત્યારા પિતા અસગર માણેકને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.