જુનાગઢ લોકસભા બેઠક પર 22 ઉમેદવારી પત્રો માન્ય, 22 તારીખે ઉમેદવારોનું ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ - Junagadh Lok Sabha seat - JUNAGADH LOK SABHA SEAT
🎬 Watch Now: Feature Video
Published : Apr 20, 2024, 5:35 PM IST
જુનાગઢ : જુનાગઢ લોકસભા બેઠક પર અપક્ષ અને રાજકીય પક્ષોના કુલ 26 જેટલા ઉમેદવારી પત્રો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સમક્ષ રજૂ થયા હતા. આજે ઉમેદવારી પત્રો ચકાસણીના દિવસે તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ચાર ફોર્મ રદ થયા છે અને 22 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. જુનાગઢ લોકસભા બેઠક માટે 12મી એપ્રિલથી 19મી એપ્રિલ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી આ દિવસો દરમિયાન કુલ 26 જેટલા ફોર્મ રજૂ થયા હતા. 19મીએે ઉમેદવારી પત્રો ભરવાની મુદત પૂર્ણ થતા આજે ઉમેદવારી પત્રોની સ્ક્રુટીની માટેની એક બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં કુલ 26 ફોર્મ પૈકી 04 ફોર્મને રદ કરવામાં આવ્યા છે અને 22 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. ભાજપ કોંગ્રેસ સહિત અન્ય નાની-મોટી પાર્ટીના અને અપક્ષ મળીને કુલ 22 ઉમેદવારી પત્રો સ્ક્રુટીની બાદ માન્ય રહ્યાં છે. 22 તારીખે બપોરે ત્રણ વાગ્યે ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતા જ જુનાગઢ લોકસભા બેઠક પર કુલ કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં જોવા મળશે તેને લઈને ચિત્ર સ્પષ્ટ થશે. ત્યાર બાદ ઈવીએમ અને બેલેટ પેપરને લઈને ચૂંટણી પંચ દ્વારા સાતમી તારીખે મતદાન આયોજિત થનાર છે તેની કાર્યવાહી પણ શરૂ થશે.