જીજી હોસ્પિટલમાં હત્યા મામલે SP પ્રેમસુખ ડેલુની સરપ્રાઈઝ વિઝીટ, સુરક્ષા વિભાગની સમીક્ષા કરી - Jamnagar GG Hospital Murder case - JAMNAGAR GG HOSPITAL MURDER CASE
🎬 Watch Now: Feature Video
Published : Jun 18, 2024, 8:01 PM IST
જામનગર : તાજેતરમાં જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં તાજેતરમાં હત્યાનો બનાવ બન્યો હતો. આ મામલે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જી. જી. હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જિલ્લા પોલીસવડા દ્વારા શહેર પોલીસ વિભાગના DySP જયવીરસિંહ ઝાલા, ત્રણેય પોલીસ ડિવિઝનના PI, LCB અને SOG પોલીસ સ્ટાફને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ સિક્યુરિટી વિભાગનું ચેકીંગ કરી રજીસ્ટર વગેરે ચેક કર્યા હતા. ત્યારબાદ હત્યાના બનાવના સ્થળનું પણ નિરીક્ષણ કર્યું અને સ્થાનિક કર્મચારીઓ વગેરેની પણ પૂછપરછ કરી હતી. આ કાર્યવાહીને લઈને જીજી હોસ્પિટલના તંત્રમાં અને ખાસ કરીને સિક્યુરિટી વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલમાં સુરક્ષા વિભાગને લઈને આ સમીક્ષા કરવામાં આવી હતી.