જામનગરમાં કોલેરાના 6 કેસ નોંધાયા...ગાંધીનગરથી આરોગ્યની ટીમ દોડી આવી - Jamnagar News - JAMNAGAR NEWS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2024/640-480-21859715-thumbnail-16x9-b-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jul 3, 2024, 4:30 PM IST
જામનગરઃ ગુજરાતમાં અનેક શહેરોમાં રોગચાળાએ માઝા મુકી છે. ટાઇફૉઇડ, વાયરલ ફિવર , ઝાડા ઉલ્ટી અને કૉલેરા જેવા રોગાનો દર્દીઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં છેલ્લા 1 માસમાં 6 જેટલા કોલેરા પોઝિટિવ કેસો નોંધાયા છે. શહેરમાં કોલેરાના કેસોની સ્થિતિ જોતા આજે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ તબીબો સાથે બેઠક યોજી હતી. જામનગર જીજી હોસ્પીટલના મેડીસીન વિભાગના વડા, તબીબો, અધિક્ષક, ડીન સહિતનાઓ સાથે બેઠક યોજી હતી. શહેરમાં પોઝિટિવ કેસો આવી રહ્યા છે તે વિસ્તારોની મેડીસીન વિભાગના તબીબોની ટીમ મુલાકાત લેશે અને જીજી હોસ્પિટલના તબીબો જરૂર લાગશે તો મનપાને સૂચન પણ કરશે. તાજેતરમાં જ આણંદને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું.
કોલેરાના લક્ષણોઃ આ રોગના મુખ્ય લક્ષણોમાં વારંવાર ઉલ્ટી-ઉબકા આવવા, પાણી જેવી ઉલ્ટી થવી, ખોરાક ન ટકવો, ઉલ્ટી સાથે ઝાડા પણ થવા, દર્દીની આંખો ઊંડી જતી રહે છે તેમજ દર્દીમાં નબળાઈ આવી જવા વગેરેનો સમાવેશ થાય છે.
કોલેરાથી બચવાના ઘરેલું ઉપાયઃ નેશનલ હેલ્થ પોર્ટલના એક રિપોર્ટ અનુસાર અમુક ઘરેલું ઉપાયો કોલેરામાં કારગર સાબિત થઇ શકે છે. જેમાં ખૂબ પાણી પીવાથી કોલેરાથી છૂટકારો મેળવી શકાય છે. તો કોલેરાના દર્દીઓ સહિત બધા માટે પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. આ સૌથી સારા ઘરેલૂં ઉપાયોમાંથી એક છે, જે કોલેરાથી બચાવી શકે છે. આ સિવાય લગભગ 3 લીટર પાણીમાં લવિંગ નાખીને ઉકાળી લો. આ મિશ્રણને દર થોડા કલાકોમાં પીવો. આ કોલેરા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાયોમાંથી એક છે. પાણી અને તુલસીના પાનનું મિશ્રણ પીવાથી પણ કોલેરાથી સાજા થઇ શકાય છે. આ સિવાય છાશ પીવો. તેમાં થોડું સિંધવ મીઠું અને જીરૂ નાખો. તે પણ કોલેરામાં ફાયદાકારક સાબિત થશે. નારીયેલ પાણી, તાજા લીંબુનો રસની સાથે તેમાં કાકડીના અમુક પાન ઉમેરો અને તેને પીવો. તેને રોજ ઓછામાં ઓછું એક ગ્લાસ જરૂર પીવો. તેનાથી પણ ફાયદો થાય છે. ડુંગળીને પીસીને તેમાં થોડો મરી પાઉડર નાખો અને તેનો અર્ક નિયમિત પીવો. આ પણ કોલેરાના શ્રેષ્ઠ ઘરેલું ઉપાયોમાંથી એક છે.