જામનગર જિલ્લામાં રેડ એલર્ટ-રણજીતસાગર ડેમમાં પાણીની ઊંચાઈ વધી, રોગચાળોની દહેશત - jamnagar News

🎬 Watch Now: Feature Video

thumbnail

જામનગરઃ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અનુસાર જામનગર શહેર અને જિલ્લામાં  અડધાથી લઈ 4 ઇંચ જેટલો વરસાદ થયો છે. જેના લીધે નદીઓ ઘોડા પુર આવ્યા હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં કોઝવે પુલ ધોવાઈ જતા અનેક ગામડા રોડ માર્ગ થી સંપર્ક વિહોણા થયા હતા. જામનગર, કાલાવડ, જામજોધપૂર તાલુકાના 11 કોઝવે પુલ ધોવાણ થતા રોડ બંધ થયેલ હતાંજામનગરમાં વરસાદને લીધે બે જર્જરીત મકાનો તૂટી પડ્યા હતા. આસપાસના વિસ્તારોમાં આજે થયેલા વરસાદને પગલે જામનગર શહેરની જીવદોરી ગણાતા રણજીતસાગર ડેમમાં અઢી ફૂટ જેટલું નવું પાણી આવ્યું હતું. જેને પગલે રણજીતસાગર ડેમની જળસપાટી વધીને 19 ફૂટ થઇ હતી. આ ઉપરાંત શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં પણ ધીમીધારે નવા પાણીની આવક થતી જોવા મળી હતી. તો રામેશ્વર મા કેનાલ ઉપરનું પુલિયુ દૂર કરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.જામનગરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જામનગર શહેરમા સાડા ત્રણ જેટલું વરસાદ પડ્યો હતો જેને લીધે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સાથે સાથે રામેશ્વર નગર વિસ્તારમાં આવેલું પુલિયામાં પણ કચરો ભરાઈ જવાને કારણે પાણી આ વિસ્તારમાં ધરો ફરી વળ્યાં હતા. જેથી તાત્કાલિક મહાનગરપાલિકાના બે જેસીબી ની મદદથી નો પુલનો હિસ્સો તોડી પાડી પાણીનો નિકાલ કરાયો હતો.તેમજ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં મકાનની દીવાલ પણ ધારશય થઈ હતી અને રણજીતનગર જૂનો હુડકોમાં એક મકાન પણ ધરાશય થયું હતું જો કે આ બંનેની અંદર કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પરંતુ મહાનગરપાલિકાની ટીમ એ જર્જરિત ભાગ નો હિસ્સો તાત્કાલિક પહોંચી દૂર કર્યો હતો. શહેરમાં 2 દિવસથી શરૂ થયેલાં વરસાદને પગલે જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને બચાવ કામગીરી માટે સુસજ્જ કરવામાં આવ્યો છે. બોટ સહિતની સાધન સામગ્રી સાથે ઇમારત પડવા, વૃક્ષ પડવા કે પાણીમાં લોકોના ફસાવાની ઘટના વખતે ત્વરીત કામગીરી કરી શકાય તે માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.