ETV Bharat / state

અર્થશાસ્ત્રીની દ્રષ્ટીએ વર્ષ 2025-26નું કેન્દ્રીય બજેટ કેવું હોવું જોઈએ ? કચ્છ યુનિ.ના અર્થશાસ્ત્ર વિભાગના હેડના મંતવ્યો - UNION BUDGET 2025

કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના હેડ ડૉ.કલ્પના સતીજા મંતવ્યો અર્થશાસ્ત્રીની દ્રષ્ટીએ વર્ષ 2025-26નું કેન્દ્રીય બજેટ કેવું હોવું જોઈએ ?

કચ્છ યુનિ.ના અર્થશાસ્ત્ર વિભાગના હેડના બજેટને લઈને મંતવ્યો
કચ્છ યુનિ.ના અર્થશાસ્ત્ર વિભાગના હેડના બજેટને લઈને મંતવ્યો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2025, 7:23 PM IST

ભુજ: 1લી ફેબ્રુઆરીના રોજ NDA સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. જેને લઈને તમામ વર્ગના લોકોને વિવિધ આશા અપેક્ષાઓ છે, ત્યારે અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ કેવું હોવું જોઈએ તે અંગે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના હેડ ડો. કલ્પના સતીજાએ ઈટવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

વર્ષ 2025-26ના બજેટની અપેક્ષાઓ

વર્ષ 2025 - 26ના બજેટની વાત કરવામાં આવે તો ખાસ કરીને ઊંચો ફુગાવો અને વપરાશને ધ્યાનમાં રાખીને દરેક કરદાતાઓની એવી ઈચ્છા છે કે, ટેક્સનું જે માળખું છે, તે સરળ બને અને ક્યાંકને ક્યાંક ટેકસની મર્યાદામાં ઘટાડો કરવામાં આવે. ખાસ કરીને 80 C હેઠળ જે કર મર્યાદા છે અને 1.5 લાખ સુધીના રોકાણ પર છૂટ છે તેમાં છૂટછાટ આપીને મર્યાદા 2 લાખ સુધી કદાચ કરવામાં આવે એવી આશા રાખી શકાય. તો સાથે જ સ્ટાન્ડર્ડ ડીડક્શન છે, તેમાં 75,000ના કર સુધીની છૂટછાટ હોય છે. તેની મર્યાદા વધારીને 1 લાખ સુધીની કરવામાં આવે તો કરદાતાઓને તેમાં ફાયદો થઈ શકે તેમ છે.

અર્થશાસ્ત્રીની દ્રષ્ટીએ વર્ષ 2025-26નું કેન્દ્રીય બજેટ કેવું હોવું જોઈએ ? (Etv Bharat Gujarat)

વન નેશન વન ટેક્સની જરૂરિયાત

હાલમાં આપણો દેશ ઔદ્યોગિકરણના સહારે આગળ વધી રહ્યો છે, ત્યારે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે, તેના કર માળખામાં થોડો બદલાવ આવે તો ઉદ્યોગો માટે ફાયદાકારક રહેશે. જે રીતે વન નેશન વન ઇલેક્શનની વાત કરવામાં આવી રહી છે ત્યારે વન નેશન વન ટેક્સની વાત કરવામાં આવે તો જે મધ્યમ વર્ગના લોકો છે, તેઓ સૌથી વધુ ટેક્સ પે કરતા હોય છે. ત્યારે ભારતનું જે કર માળખું છે. તે મધ્યમવર્ગ પર જ નિર્ભર હોય છે. જ્યારે જ્યારે કેન્દ્રીય બજેટ કે સ્ટેટ બજેટ આવતું હોય છે, ત્યારે મધ્યમ વર્ગના લોકોને એ જ અપેક્ષા હોય છે કે કર માળખું છે, તેમાં છૂટછાટ આપવામાં આવે અને ટેકસમાં રાહત આપવામાં આવે, તો લોકોની બચત છે તેનો ઉપયોગ કરી શકે અને ઈકોનોમિક બિઝનેસ સાયકલ છે તે રોટેશનમાં આવી શકે.

મોંઘી દવાઓ છે તેમ છૂટછાટ આપવામાં આવે તો દર્દીઓને રાહત મળે

કોરોના કાળ બાદ આપણે જોઈએ રહ્યા છીએ કે આપણો દેશ કોઈકને કોઈક બીમારીમાં સપડાયેલો જ રહે છે, અને આપણો દેશ આરોગ્ય ક્ષેત્રે નબળો રહ્યો છે.બીજી બાજુ એ પણ ખુશી અને ગૌરવની વાત છે કે કોરોના સમયે આપણા દેશે વેક્સિનની શોધ કરી અને ઓલ ઓવર વર્લ્ડમાં પણ તે સપ્લાય કરી છે.આરોગ્ય ક્ષેત્રે પણ ભારત સરકાર દ્વારા કરમાં છૂટછાટ આપવામાં આવે તો લોકોને ફાયદો થાય તેમ છે તો સાથે જ મોંઘી દવાઓ છે તેમ છૂટછાટ આપવામાં આવે તો દર્દીઓને રાહત મળે તેમ છે.

ઉચ્ચ શિક્ષણ માટે પણ મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને છૂટછાટ આપવામાં આવે

શિક્ષણ ક્ષેત્રે પણ ઉચ્ચ શિક્ષણ છે, તે દિવસેને દિવસે મોંઘુ થતું જાય છે, ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે પણ મધ્યમવર્ગના લોકોને ધ્યાનમાં રાખીને છૂટછાટ આપવામાં આવે તો બાળકોને સારું શિક્ષણ મળે અને યોગ્ય શૈક્ષિણક સંસ્થાઓમાં તે ભણી શકે અને યોગ્ય લાયકાત મેળવીને પ્રગતિ કરી શકે છે. જ્યારે જ્યારે કેન્દ્રીય બજેટ આવતું હોય છે, ત્યારે દરેક સ્ટેટને કંઈકને કંઈક આશા અપેક્ષાઓ રહેતી જ હોય છે.

ઇમ્પોર્ટ - એક્સપોર્ટ ડ્યુટીમાં મર્યાદા કે મુક્તિ આવે તેવી આશા

ગુજરાત પાસે સૌથી મોટો દરિયાકિનારો છે, તો કચ્છ પાસે પણ કંડલા, જખૌ અને મુન્દ્રા જેવા મોટા મોટા પોર્ટ છે. ત્યારે પોર્ટ સબંધિત પોલિસી છે, ટેક્સ છે તેમાં થોડાક બદલાવ આવે તેમજ અહીંથી જે ઇમ્પોર્ટ - એક્સપોર્ટ થાય છે તેના જે ટેક્સ છે, ડ્યુટી છે તેમાં મર્યાદા આવે કે મુક્તિ આવે તો કચ્છથી ગલ્ફ દેશોમાં તેમજ અન્ય વિદેશી દેશોમાં પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થાય છે તેનાથી કચ્છના ઉધોગો છે, ખેડૂતો છે તેને ફાયદો થઈ શકે તેમ છે.

ટુરિઝમ ક્ષેત્રે પણ જોગવાઈઓ હોય શકે

કચ્છ છે તે છેલ્લા 2 દાયકાથી પ્રવાસન ક્ષેત્રે ખૂબ વિકાસ કરી રહ્યો છે. રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરની જેમ જ કચ્છ છે તે પ્રવાસીઓ માટે મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે ત્યારે કોઈ પણ સ્ટેટ કે દેશ માટે ટેક્સ છે તે હંમેશાથી આવક જ રહ્યું છે.તો આપણા પ્રદેશને એક આવક મેળવવા માટેનો સ્ત્રોત પ્રવાસી પણ છે.ઉપરાંત જીએસટી દ્વારા પણ સ્ટેટને આવક મળી રહી છે.તો પ્રવાસીઓની મુલાકાતથી સ્થાનિકે આવક ઊભી થશે, ટિકિટોના માધ્યમથી, જીએસટીના માધ્યમથી આવક ઊભી થશે.

  1. ગત વર્ષની માંગ આ વખતના બજેટમાં પણ યથાવત, શું છે શિપબ્રેકિંગ એસોસિએશનની રજૂઆત
  2. કેન્દ્રીય બજેટ 2025-26થી ગુજરાતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગની શું છે અપેક્ષા? જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.