સુરતમાં મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ, મહિલા મતદારોને જાગૃત કરવા સામૂહિક મહેંદી કાર્યક્રમ - Lok Sabha Election 2024
🎬 Watch Now: Feature Video
Published : May 2, 2024, 12:44 PM IST
સુરત : લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં ગુજરાત રાજ્યમાં આગામી 7 મેના રોજ મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત માંગરોળ તાલુકાના તમામ સબ સેન્ટર, આંગણવાડી કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણી સાથે મહેંદી કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ 18 વર્ષ કે તેથી ઉપરની દરેક મહિલા મતદાતાઓને જાગૃત કરવાનો હતો. જેથી આવનારી ચૂંટણીમાં મહત્તમ મહિલાઓ સહભાગિતા નોંધાવી લોકશાહી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે. આ મહેદી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરોએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મતદાન જાગૃતિના વિવિધ સૂત્રો લખાવી વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.