લારી-ગલ્લા અને પાથરણાં વેપારીઓએ તંત્ર સામે બાંયો ચડાવી, ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું - Idar traders protest - IDAR TRADERS PROTEST

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 13, 2024, 3:15 PM IST

સાબરકાંઠા : તાજેતરમાં જ ઈડર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગની સાઈડમાં ધંધો રોજગાર કરતા વેપારીઓને દૂર કરવામાં આવ્યા હતા. આ મામલે વિરોધ નોંધાવવા વેપારીઓને રેલીની મંજૂરી માંગી હતી. જોકે, રેલીની મંજૂરી ન અપાતા વેપારીઓ તંત્ર સામે ભારે રોષે ભરાયા છે. હવે નગરપાલિકા વિસ્તારમાં લારી-ગલ્લા તેમજ પાથરણાં વેપારીઓ આક્રમક મૂડમાં આવ્યા છે. વેપારીઓની માંગ છે કે, તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી પોતાની જગ્યા પર ધંધો રોજગાર કરવા દેવામાં આવે. નોંધનીય છે કે, વેપારીઓએ તંત્ર સામે બાંયો ચડાવી વિરોધ યથાવત રાખતા સતત બે દિવસથી ઇડર શહેરમાં શાકભાજી ફ્રુટ તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનો ધંધો રોજગાર ઠપ્પ થયા છે. ઉપરાંત પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સમગ્ર ઈડર શહેર સહિત સરકારી કચેરી પણ છાવણીમાં ફેરવાઈ છે. હજુ પણ આવનાર દિવસોમાં તંત્ર દ્વારા વેપારીઓની માંગ ન સ્વીકારવામાં આવે તો વિરોધ યથાવત રહેશે.

  1. શા માટે જૂનાગઢથી દલિતોએ ગોંડલ સુધી રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું? જાણો સમગ્ર ઘટના..
  2. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો થતા ઉગ્ર વિરોધ, ઇમરજન્સી વિભાગમાં બનાવતા વિડીયો

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.