બિહાર હિમાંશુ મર્ડર કેસ : 24 વર્ષીય આરોપી સુધાંશું ભૂમિહાર સુરતથી ઝડપાયો - Surat Crime - SURAT CRIME
🎬 Watch Now: Feature Video
Published : Jul 3, 2024, 3:13 PM IST
સુરત : બિહારના ચકચારી હિમાંશુ મર્ડર કેસનો એક આરોપી સુરતથી ઝડપાયો છે. હત્યામાં શાર્પશૂટર નીરજ કુમાર સહાની સાથે મળી હત્યાની ઘટનાને અંજામ આપનાર 24 વર્ષીય સુધાંશું ભગવાનસિંહ ભૂમિહારને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હજીરા નજીકથી ઝડપી લીધો હતો. હત્યા કેસની મળતી વિગત અનુસાર આરોપી શાર્પશૂટર નીરજ સહાની તથા સુધાંશુસિંઘે ગેંગના સભ્યો સાથે મળી હિમાંશુ ઠાકુરની 12 મે 2024 ના રોજ ગોળી મારી હત્યા કરી હતી. આરોપી નીરજની પોલીસે ધરપકડ કરી ત્યારે ચરસ અને એક પિસ્ટલ કબજે કરી હતી. જ્યારે આ ગુનામાં સુધાંશુસિંહ છેલ્લા દોઢ મહિનાથી ફરાર હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને સુરતના હજીરા રોડ પરથી ઝડપી પાડી તેનો કબજો બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.