પાટણ અને રાધનપુરમાં એક દિવસ ના વિરામ બાદ મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી - Heavy rains in Patan and Radhanpur - HEAVY RAINS IN PATAN AND RADHANPUR
🎬 Watch Now: Feature Video
Published : Jun 27, 2024, 2:15 PM IST
પાટણ: પાટણ શહેરમાં એક દિવસ ના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. જિલ્લામાં તેમજ રાધનપુરમાં એક બાદ એક વરસાદના આકાશમાં કાળાડિબાંગ વાદળો ચડી આવ્યા હતા, અને આખા દિવસના ઉકળાટ બાદ પાટણ, રાધનપુરમાં પવન સાથે પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જગતના તાત એવા ખેડૂતોમાં પણ આનંદ લહેર છવાઈ ગઈ હતી. સાથે અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન હતા અને ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી. આ સાથે જ જે વિસ્તારમાં વધારે વરસાદ થયો હતો તે વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયું હતું. જેને પગલે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મુશ્કેલીઓ પણ થઈ હતી.