અંબાજી જળબંબાકાર : દુકાનો પાણીમાં ડૂબી, રસ્તા પર નદી વહેતી થઈ - Banaskantha Heavy rain - BANASKANTHA HEAVY RAIN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-06-2024/640-480-21804905-thumbnail-16x9-x-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jun 26, 2024, 10:41 PM IST
બનાસકાંઠા : યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે ભારે વરસાદ ખાબકતા અનેક દુકાનોમાં પાણી ભરાયા છે. સાથે જ જાહેર માર્ગો અને બજારોમાં નદી જેમ પાણી વહેતું થયું હતું. અંબાજીના બજારોમાં પણ દુકાનોમાં પાણી ભરાયા હતા. અંબાજી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરની દુકાનોમાં ઢીચણ નહિ પણ કેડ સમા પાણી ભરાતા વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દુકાનોનો સામાન પલળીને ખરાબ અથવા નાશ થતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. કેટલાક વેપારીઓએ જાતે ડોલ ડબ્બાથી પાણી ઉલેચતા નજરે પડયા હતા. મોડી સાંજે અંબાજી ગ્રામ પંચાયતના વેક્યુમ ટેન્કર દ્વારા પાણી ખેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોમાસાની શરૂઆતમાં જ આ સ્થિતિ છે, તો આગામી દિવસોમાં શું પરિસ્થિતિ સર્જાશે તેને લઈને વેપારીઓ અને સ્થાનિક રહીશો ચિંતામાં મૂકાયા છે.