વલસાડ જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી, જિલ્લામાં 41 mm જેટલો વરસાદ નોંધાયો - rain in valsad - RAIN IN VALSAD
🎬 Watch Now: Feature Video
Published : Jun 28, 2024, 4:49 PM IST
વલસાડ: જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાને ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે જેની પાછળનું કારણ છે કે, ચોમાસા દરમિયાન અહીં વધુ વરસાદ નોંધાય છે. તેમ છતાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની ગંભીર સમસ્યા અહીં જોવા મળે છે. ત્યારે હાલમાં વરસાદ શરૂ થતા અનેક જગ્યાઓ પર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને બીજી તરફ ડાંગરનો પાક ખેડતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે. વલસાડ જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા થી બપોરે 4 વાગ્યા સુધીમાં 41 MM એટલે કે 1.6 ઇંચ જેટલો દરેક તાલુકામાં વરસાદ વરસ્યો જેને પગલે ખેડૂતોને રાહત મળી છે. વલસાડ જિલ્લામાં 6 તાલુકામાં આજે વહેલી સવારથી જ વરસાદ નોંધાયો છે જેમાં વલસાડમાં 4 MM, ધરમપુરમાં 1 MM,પારડીમાં 8 MM, કપરાડામાં 9 MM,ઉમરગામ 12 MM, વાપીમાં 9 MM મળીને કુલ 41 MM વરસાદ નોંધાયો છે.