મેઘરાજાએ ઉમરપાડાને ઘમરોળ્યું, 4 કલાકમાં 10 ઇંચ વરસાદથી તારાજી જેવી સ્થિતિ, રોડ-રસ્તાને નુકશાન - Gujarat Weather updates - GUJARAT WEATHER UPDATES
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-09-2024/640-480-22418882-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Sep 10, 2024, 2:43 PM IST
સુરત: ફરી એક વખત ઉમરપાડા તાલુકામાં મેઘરાજા એ બઘડાટી બોલાવી, 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા ફરી એકવાર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વેલાવી ગામ પાસે ભારે વરસાદને રસ્તાનું ધોવાણ થયું હતું. જેને લઇને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉમરપાડા તાલુકામાં માત્ર 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા હતા. તો બીજી તરફ ઘણા લો લેવલ બ્રિજ પણ પાણી ડૂબી ગયા હતા. તો ઉમરપાડાના વેલાવી ગામ પાસે વેલાવી થી ડેડીયાપાડાને જોડતા રસ્તા પર એક બાજુ સાઈડ ધોવાઈ ગઈ હતી જેને લઇને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, રસ્તાના ધોવાણને લઇને માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારી મેહુલ વાળાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને રસ્તાનું ધોવાણ થયું છે, આવતીકાલે (11 સપ્ટેમ્બર) આ રસ્તાનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવશે.