CID ક્રાઈમ બ્રાન્ચે 15.30 લાખ મૂલ્યની, બનાવટી ચલણી નોટ જપ્ત કરી - CID CRIME BRANCH SEIZES FAKE NOTES - CID CRIME BRANCH SEIZES FAKE NOTES
🎬 Watch Now: Feature Video
Published : Jun 13, 2024, 6:34 PM IST
ગાંધીનગર: ભારતીય અર્થતંત્રને આર્થિક રીતે પાયમલ કરવા માટે કેટલાક શખ્સો ભારતીય બનાવટની નકલી ચલણી નોટનો વેપલો કરતા હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. CID ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા કર્મચારીઓએ બાતમી આધારે અમદાવાદ રામોલ બ્રીજ પાસેથી ત્રણ ઇસમોને નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી 15.30 લાખ મૂલ્યની બનાવટી ચલણી નોટ જપ્ત કરી હતી. આરોપીઓ મધ્યપ્રદેશમાં ભાડાનું મકાન રાખીને બનાવટી ચલણી નોટ છાપતા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કેસની વધુ તપાસ હાથ ધરી છે.
નકલી ચલણી નોટનો વેપલો કરનાર આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. પોલીસે ત્રણે શખ્સો પાસેથી રૂપિયા 500ના દરની બનાવટી ભારતીય ચલણી નોટ નંગ-2146 જેનું અંકીત મુલ્ય રૂ.10,72,500 અને રૂપિયાની 200ના દરની બનાવટી ભારતીય ચલણી નોટ નંગ- 1233 જે અંકીત મુલ્ય રૂ.2,46,600 તથા રૂ.100 ના દરની બનાવટી ભારતીય ચલણી નોટ નંગ-2110 જે અંકીત મુલ્ય રૂ.2,11,000 જે કુલ મળી અંકીત મુલ્ય રૂ.15,30,100 કિંમતની મતા કબ્જે કરેલ છે.
બનાવટી ભારતીય ચલણી નોટો આરોપીઓએ ભેસોદામંડી થાના ભાનપુરા, જી. મનદસોર રાજ્ય મધ્યપ્રદેશ ખાતે ભાડાનું મકાન રાખી ત્યા કલર ઝેરોક્ષ મસીનનો ઉપયોગ કરી બનાવેલ છે. બનાવટી ભારતીય ચલણી નોટો બનાવી વટાવવા સારૂ અમદાવાદ શહેર ખાતે આપવા માટે આવેલ હતા જેને સી.આઈ.ડી.ક્રાઈમ, સી.આઈ.સેલની ટીમ દ્વારા પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરી છે. આ બાબતે સી.આઇ.ડી.ક્રાઇમ, અમદાવાદ ઝોન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવેલ છે.