સ્વ. રામોજી "દાદા" ની યાદમાં અમદાવાદમાં યોજાઈ "સ્મરણાંજલિ સભા" - Ramoji Rao Tribute - RAMOJI RAO TRIBUTE
🎬 Watch Now: Feature Video
Published : Jun 17, 2024, 7:30 PM IST
અમદાવાદ : રામોજી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન સ્વ. રામોજી રાવની યાદમાં અમદાવાદ ખાતે "સ્મરણાંજલિ સભા" નું આયોજન કરવામાં આવ્યું હતું. રામોજી ગ્રૂપના એટવિયન્સે (Etv Gujarati ના ભૂતપૂર્વ કર્મચારીઓ) રામોજી "દાદા" અને Etv ગુજરાતી સાથે કામ કરવાની યાદગાર પળોને યાદ કરીને સ્વ. રામોજી રાવને શ્રદ્ધાંજલિ આપી હતી. 16 જૂન, રવિવારના રોજ અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસેના વસ્ત્રાપુર કોમ્યુનિટી હોલમાં સવારે 8 થી 11 દરમિયાન શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સ્વ. રામોજી "દાદા" માટે અનંત આદર અને સ્નેહ ધરાવતા કર્મચારીઓનો સતત ધસારો રહેતા શ્રદ્ધાંજલિ સમારોહ સવારે 11 વાગ્યાને બદલે લગભગ 2 વાગ્યે પૂરો થયો હતો. આદરણીય ચેરમેન સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં ભૂતપૂર્વ કર્મચારીઓ ઉમટી પડ્યા હતા.