ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો - Kakrapar dam overflow - KAKRAPAR DAM OVERFLOW
🎬 Watch Now: Feature Video
Published : Aug 24, 2024, 5:20 PM IST
સુરત: જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. વરસી રહેલા વરસાદને લઈને જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે, ત્યારે કાકરાપાર ડેમ વધુ એકવાર ઓવરફ્લો થતાં ડેમના નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરપાડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમમાં નવા નીરની આવક થઈ છે જેને પગલે કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ કાકરાપાર ડેમમાં ઉકાઈ ડેમમાંથી 74400 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 165 ફૂટ છે. ડેમની એલર્ટ સપાટી 176 ફૂટની છે. આ કાકરાપાર ડેમ તાપી નદી પર બાંધવામાં આવ્યો છે, ત્યારે વધુ એકવાર કાકરાપાર ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.