Rahul Gandhi nyay yatra: ઝારખંડના ધનબાદમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, લોકોએ કર્યુ જોરદાર સ્વાગત - ભારત જોડો ન્યાય યાત્રા
🎬 Watch Now: Feature Video
Published : Feb 4, 2024, 10:56 AM IST
|Updated : Feb 4, 2024, 11:58 AM IST
ઝારખંડ: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ઝારખંડના ધનબાદમાં સવારે 8:00 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ તેમની યાત્રા ગોવિંદપુર લાલ બજાર ચોકમાંથી પસાર થઈ હતી. જ્યાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો તેમજ તેમના સમર્થકો દ્વારા રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે ભારત જોડો ન્યાય યાત્રા શનિવારે જામતારા માર્ગથી ધનબાદમાં પ્રવેશી હતી. ધનબાદમાં ભારત જોડો ન્યાય યાત્રાનું ખુબજ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધનબાદમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાત્રી વિરામ બાદ રાહુલ ગાંધીએ ગોવિંદપુર લાલ બજાર ચોકથી ન્યાય યાત્રા કરી હતી. આ દરમિયાન તેમને જોવા માટે લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી.