"ભાજપમાં ત્રણ પ્રકારના જૂથ કાર્યરત છે" કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપની દુખતી નસ દબાવી - Manish Doshi on BJP - MANISH DOSHI ON BJP
🎬 Watch Now: Feature Video
Published : May 10, 2024, 7:20 PM IST
અમદાવાદ : પક્ષપલટો કરી ભાજપમાં આવેલા નેતાઓ અને તેમને મળતા પદના કારણે પક્ષમાં આંતરિક વિખવાદ અને અસંતોષ દેખાઈ રહ્યો છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભાજપમાં અસંતોષની આક્રોશ યાત્રા વડોદરાથી વાયા સાબરકાંઠા બાદ પત્રિકા કાંડથી આણંદ, વલસાડ અને રાજકોટ બાદ હવે અમરેલી પહોચ્યો છે. સાંસદ નારણ કાછડીયાએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે, આ તેમની વ્યથા છે. ભાજપમાં ત્રણ પ્રકારના જૂથ કાર્યરત છે. એક જૂથ જે પાયાની વિચારધારા સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ છે. જે પક્ષ માટે રાત-દિવસ જોયા વગર સતત કામ કરે છે, જેમનું સતત અપમાન અને અવગણના થઈ રહી છે. બીજું જૂથ સત્તા સાથે લાભાર્થી જૂથ છે. જેમ મંત્રી સાથે સંત્રી જોડાય તેમ ટેન્ડર કૌભાંડ, માટી-રેતી ચોરી અને નાના-મોટા કોન્ટ્રાક્ટ માટે કામ કરે છે. ત્રીજું પક્ષપલટુઓનું જૂથ છે, જે સીધા આવીને સત્તામાં બેસી જાય છે. આ ત્રણ જૂથની લડાઈમાં ભાજપના મૂળભૂત કાર્યકર્તાઓ અને આગેવાનો અપમાન અને અવગણના સહન કરી રહ્યા છે.