અમદાવાદથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની પત્રકાર પરિષદ LIVE - CONGRESS PRESIDENT KHARGE - CONGRESS PRESIDENT KHARGE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-05-2024/640-480-21378887-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : May 3, 2024, 6:30 PM IST
|Updated : May 3, 2024, 7:24 PM IST
અમદાવાદ: આગામી લોકસભા ચૂંટણીને લઈ તા.7 મેના યોજાનાર ચૂંટણીના આડે હવે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ચુંટણીસભા ગજવી રહ્યા છે. જેમાં આજે, શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે ગુજરાતના અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. અમદાવાદમાં કોગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે તેઓ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યાં છે. આપને જણાવી દઆએ કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આજે સવારે જ કોંગ્રેસ દ્વારા અમેઠી અને રાયબરેલીની બેઠકોની જાહેરાત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ બપોરે 2.15 કલાકે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતી વખતે રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા, જે બાદ ખરગે આજે અમદાવાદ પહોંચવાના છે.
Last Updated : May 3, 2024, 7:24 PM IST