કુદરતી આફત વખતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો ખભે ખભા મિલાવીને ઊભા રહેશે - શક્તિસિંહ ગોહિલ - SHAKTISINH GOHIL - SHAKTISINH GOHIL

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2024, 5:00 PM IST

ગાંધીનગર: રાજ્યમાં હવામાન વિભાગે હજુ 2 દિવસ સુધી રેડ એલર્ટ જારી કર્યું છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારો અતિવૃષ્ટિથી પ્રભાવિત છે, ત્યારે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યશ્રીઓને અપીલ કરું છું. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ કુદરતી આફતના સમયે તત્પરતા દાખવે અને ઉદાર હાથે અસરગ્રસ્ત લોકોને સહાય અને જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગણી કરું છું. સ્ટ્રોમ ડ્રેનેજ માટે દર વર્ષે કરોડો રૂપિયા કાગળ પર ખર્ચાય છે પણ હકીકતમાં વરસાદી પાણીના નિકાલ માટેનું કામ થતું નથી. તંત્રના ભ્રષ્ટાચારના પાપનો ભોગ આમ ગુજરાતી બની રહ્યો છે. કુદરતી આફતના સમયે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તંત્રને જ્યાં જરૂર હશે ત્યાં ખભે ખભા મિલાવીને મદદ કરશે એ વાતની ખાતરી આપું છું.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.