ગાડીના ટાયરમાં છુપાવેલા ડ્રગ્સ પકડવા બદલ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન: હર્ષ સંઘવી - Harsh Sanghvi
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2024, 10:18 PM IST
ગાંધીનગર: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાંથી અંદાજિત એક કરોડથી વધુનું એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડ્રગ્સ માફીયાઓ દ્વારા આ વખતે અનોખી મોર્ડસ એપરેનડી અપનાવવામાં આવી હતી. પોલીસની નજરથી બચવા માટે કારના ટાયરમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું. પોલીસે ટાયરની અંદરથી બે પેકેટમાં અંદાજિત 1 કરોડ કિંમતનું એક કિલો એમડી ટ્રક ઝડપી પાડ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા ડ્રગ્સ બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે અમદાવાદ પોલીસ કમિશનર સહિત ક્રાઈમ બ્રાન્ચના તમામ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમાં ડ્રગ્સનું રેકેટ તોડવા ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાતની પોલીસ કટિબદ્ધ છે. ડ્રગ્સના દુષણને નાથવા માટે ચાલતી આ લડાઈમાં ગુજરાત પોલીસને સફળતા મળી રહી છે. તમામ રેકેટ તોડવામાં ગુજરાત પોલીસ ચોક્કસ સફળ થશે તેવો મારો દાવો છે. ગાડીના ટાયરમાં છુપાવેલું એક કરોડથી વધુનું નશાખોર ડ્રગ્સ પકડવામાં પોલીસને સફળતા મળી છે. આવી મોડલ્સ ઓપરેટીને તોડવા બદલ ક્રાઈમ બ્રાન્ચ સતત સક્રિય છે.