ભાજપ સાથે નહીં ચાલે એ કિનારા પર આવી જશે, સી જે ચાવડાએ કેમ આવું કહ્યું જાણો - Vijapur Assembly bypoll 2024 - VIJAPUR ASSEMBLY BYPOLL 2024
🎬 Watch Now: Feature Video

Published : Mar 29, 2024, 8:22 AM IST
મહેસાણા : " ભાજપ સાથે નહીં ચાલે એ કિનારા પર આવી જશે " આ નિવેદન તાજેતર જ ભાજપ સાથે જોડાયેલા અને વિજાપુર વિધાનસભા બેઠક પર જાહેર થયેલા ભાજપના ઉમેદવાર સી. જે. ચાવડાનું છે. એક તરફ વિજાપુર ભાજપના ઉમેદવાર સી. જે. ચાવડા વિરૂદ્ધ અસંતોષના સૂર ઉઠયા છે, તો બીજી તરફ ચાવડાએ નિવેદન કર્યું હતું કે, જે વિકાસની દિશાના પ્રવાહમાં જે કોઈ સાથે નહીં ચાલે એ કિનારે આવી જશે. મહેસાણાની વિજાપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આ બેઠક પરના ભાજપના ઉમેદવારે એવું નિવેદન કર્યું છે કે, જે ભાજપ સાથે નહીં ચાલે એ કિનારા પર આવી જશે. ચાવડાને ટિકીટને લઇ પક્ષના પીઢ કાર્યકર્તા ગોવિંદભાઈ પટેલે રાજીનામું ધરી દઈ વિરોધ નોંધાવ્યો હતો. જે સમગ્ર મામલે સી. જે. ચાવડાનું નિવેદન હતું કે, કાર્યકરની નારાજગી દૂર કરવાની ફરજ મારી છે, સંગઠનની છે. રાજ્ય કે દેશમાં ભાજપનું વાવાઝોડું ફર્યું છે. વિકાસની દિશાના પ્રવાહમાં જે કોઈ સાથે નહીં ચાલે એ કિનારે આવી જશે.