વ્યારામાં સરકારી શાળામાં પાણી ભરાતા બાળકો ફસાયા, સ્થાનિકો દ્વારા રેસ્ક્યુુ કરાયું - Rescue of waterlogged students - RESCUE OF WATERLOGGED STUDENTS
🎬 Watch Now: Feature Video
Published : Sep 2, 2024, 10:13 PM IST
તાપી: જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને પગલે જિલ્લાના તાલુકાઓ સહિત ગામોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ત્યારે તાપી જિલ્લાના વડુમથક વ્યારાના માર્કેટમાં આવેલી સરકારી મિશ્ર શાળામાં કમર સુધી પાણી ભરાઇ જતાં સ્થાનિક લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. શાળામાં ફસાયેલા બાળકો સહિત શિક્ષકોને સ્થાનિકો દ્વારા દોરડું બાંધી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ત્યારે વ્યારા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અવિરત વરસાદ પડવાને કારણે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. તેમજ કાંઠાવિસ્તારોમાં રહેતા લોકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો સ્થળાંતર કરવા મજબૂર છે.