thumbnail

લોકસભામાંથી સંસદની કાર્યવાહી LIVE, આજથી સંસદના ચોમાસું સત્રનો પ્રારંભ - Parliament Budget Session

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 11:06 AM IST

Updated : Jul 22, 2024, 2:16 PM IST

નવી દિલ્હી: આજથી લોકસભામાં સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે. જે 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્રમાં મોદી સરકાર તેમના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરનાર છે, જેને લઈને જનતાને પણ ઘણી અપેક્ષાઓ છે. જ્યારે આવતીકાલે 23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં સામાન્ય બજેટ રજૂ કરશે. સરકાર બજેટ સત્ર કુલ 6 બિલો સહિત વિનિયોગ બિલ પણ પસાર કરશે. આ ઉપરાંત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનું બજેટ પણ ચર્ચા બાદ પસાર કરવામાં આવશે. જોકે, વિપક્ષના આક્રમક મુદ્દાઓ અને લોકસભામાં વિરોધ પક્ષોની વધેલી સંખ્યાને કારણે આ સત્ર પણ તોફાની બને તેવી શક્યતા છે. બીજી તરફ પેપર લીકના અભૂતપૂર્વ કેસો અને NEET-UG અને UGC NET સહિતની પરીક્ષાઓ આયોજિત કરવામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની નિષ્ફળતા અંગે ચર્ચા કરવા માટે સ્થગિત દરખાસ્ત રજૂ કરી હતી. જ્યારે કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં સરહદની સ્થિતિ અને ચીન સાથે ભારે વેપાર નુકસાન પર ચર્ચાની માંગ કરી છે.  
Last Updated : Jul 22, 2024, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.