ગુજરાત લોકસભા ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરવા ભાજપે કમર કસી, કમલમ્ ખાતે બેઠકોનો દોર શરુ - Gujarat Lok Sabha elections 2024 - GUJARAT LOK SABHA ELECTIONS 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Mar 27, 2024, 11:16 AM IST

ગાંધીનગર : દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી લડવા કમર કસી લીધી છે. ભાજપે ગુજરાતમાં તમામ 26 લોકસભા સીટ પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. હવે ચૂંટણી પ્રચારનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ભાજપે લોકસભા ચૂંટણીમાં ત્રીજી વાર ગુજરાતની તમામ 26 સીટ કબજે કરવા કમર કસી છે.

કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક : ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લીડના ટાર્ગેટ સાથે તમામ બેઠકો જીતવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભાજપના ધારાસભ્ય પાસે વિધાનસભા 2022 ની ચૂંટણીના વોટ શેરિંગની વિગતો માંગવામાં આવશે અને નબળા બુથને મજબૂત કરવા માટે આયોજન કરવામાં આવશે.

લીડ મેળવવા લડાઈ : છેલ્લા 10 દિવસથી કમલમમાં વિવિધ બેઠક યોજીને કાર્યકર્તાએ જન જન સુધી પહોંચવાની સૂચના આપવામાં આવી છે. વર્ષ 2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો 26 બેઠકોમાંથી ફક્ત ગાંધીનગર, બરોડા, સુરત અને નવસારી બેઠક પર 5 લાખથી વધારાની લીડ મળી હતી. પરંતુ 21 બેઠકો એવી છે જેમાં ફક્ત 4.50 લાખની લીડ પ્રાપ્ત થઇ હતી. જ્યારે 10 બેઠક પર તો 1 લાખથી 3 લાખ સુધીની લીડ હતી. હવે લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો પાંચ લાખની સરસાઇથી જીતવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવવું પડશે.

  1. ભાજપ દેશનું સૌથી મોટું લોન્ડ્રી મશીન, જે નેતા આવે તેના ભ્રષ્ટાચારના દાગ ધોવાઇ જાય છેઃ સોનલ પટેલ - Congress Leader Sonal Patel
  2. હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા - Gandhinagar Lok Sabha Seat

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.