ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ સહપરિવાર મતદાન કર્યું, ધારાસભ્ય મોહન કોંકણીએ મતાધિકારનો ઉપયોગ કર્યો - Lok Sabha Election 2024
🎬 Watch Now: Feature Video
તાપી : લોકસભાની ચૂંટણી 2024 માટે બારડોલી લોકસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. અહીં રાજકીય નેતા, આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ પરિવાર સાથે માંડવી ખાતેના મતદાન મથકે મતદાન કર્યું હતું. સાથે જ વ્યારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મોહન કોંકણીએ પણ હરીપુરા ગામ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બંને નેતાઓએ જાહેર જનતાને 100 ટકા મતદાન કરવા અપીલ કરી હતી. બારડોલી લોકસભા બેઠકમાં સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં 11 ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે બારડોલી લોકસભા બેઠકના 20 લાખથી વધુ મતદાતા બારડોલી લોકસભા સાંસદને ચૂંટી લાવશે.