Prabhu Vasava Fake FB Account : સાવધાન ! સાંસદ પ્રભુ વસાવાના ફેસબુક એકાઉન્ટથી મેસેજ આવે તો ધ્યાન રાખજો... - Prabhu Vasava Fake FB Account
🎬 Watch Now: Feature Video
Published : Mar 19, 2024, 3:59 PM IST
સુરત : સોશિયલ મીડિયામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. સાંસદ પ્રભુ વસાવાએ કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરવા જણાવ્યું હતું.
બારડોલી સાંસદનું ફેક FB એકાઉન્ટ : બારડોલી લોકસભા બેઠકના સાંસદ અને ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાનું ફેસબુક પર ફેક એકાઉન્ટ બન્યું હોવાનું સામે આવ્યું છે. કોઈ અજાણ્યા ઈસમે ફેસબુક પર પ્રભુ વસાવાનું ફેક એકાઉન્ટ બનાવ્યું છે. ફેક એકાઉન્ટ બન્યું હોવાની જાણ સાંસદ પ્રભુ વસાવાને થતા તેમણે પોતાના ઓફિશીયલ ફેસબુક એકાઉન્ટથી આ અંગે માહિતી આપી હતી.
પ્રભુ વસાવાએ આપી માહિતી : સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, ફેસબુક પર અજાણ્યા ઈસમ દ્વારા બનાવવામાં આવેલ ફેક એકાઉન્ટ પર કોઈએ વ્યવહાર કરવો નહીં અને વાતચીત પણ કરવી નહીં. ઉલ્લેખનિય છે કે થોડા મહિના અગાઉ તત્કાલીન માંડવી તાલુકા પ્રાંત અધિકારી જનમ ઠાકોરનું પણ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું.