ગુજરાત ટાઇટન્સના ખેલાડી સાઇ સુદર્શન અને દિલ્હીના હેડ કોચ રિકી પોન્ટિંગની પ્રેસ કોન્ફરન્સ, બુધવારે GT અને DC વચ્ચે મેચ - Sai Sudarshan press conference
🎬 Watch Now: Feature Video
Published : Apr 16, 2024, 8:04 PM IST
અમદાવાદ: 17મી એપ્રિલ રામનવમીના દિવસે ગુજરાત ટાઈટન્સ અને દિલ્લી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. આ મુકાબલો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટડીયમમાં રમાશે. આ મેચ પહેલા ગુજરાત ટાઈટન્સના પ્લેયર સાઈ સુદર્શને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમારી ટીમે ફિલ્ડીગમાં ઘણા કેચ છોડ્યા છે જેની અસર ટીમના પ્રદર્શન પર પડી છે. પાવર પ્લેમાં અમારી ટીમનો રનરેટ ઓછો છે જે સુધારવાનો પ્રયત્ન કરીશું. ત્રીજી વાત એ જણાવી કે, ટોસ મહત્વનો રહેશે કારણ કે અમદાવાદ રાત્રીના સમયે ડ્યું ફેક્ટર વધારે અસર કરે છે, તેથી ટોસ મહત્વનો રહેશે. સાઈ સુદર્શનને ઈ ટીવી ભારતે સવાલ કર્યો હતો કે તમારી ટીમમાં લો-મિડલ ઓર્ડરના બેટ્સમેન પ્રદર્શન કરી શક્યા નથી તો તમારે શું કહેવું છે ત્યારે સાઈ સુદર્શને જણાવ્યું હતું કે, અમારી ટીમના કોચ આ બાબતે વિચારે છે, નવી વ્યુહ રચનાથી અમે આ સ્ટ્રેન્થને મજબુત કરીશું. લો-મિડલ ઓર્ડરમાં જે પાર્ટનરશિપ ઓછી થાય છે જેનું અમે ચોક્કસ ધ્યાન રાખીશું.
દિલ્લી કેપિટલ્સ વતી ટીમના હેડ કોચ રિકી પોન્ટિંગે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. રિકી પોન્ટિંગે જીતનો આશા રાખી છે કેમ કે, દિલ્લી 6માંથી 2 મેચ જ જીતી છે. પોન્ટિંગે જણાવ્યું હતું કે, અમે જે મેચો હાર્યા છીએ તો ક્લોઝ મેચો હાર્યા છીએ. બીજુ તેમણે જણાવ્યું કે, ગુજરાતની ટીમમાં સ્પીન બોલરો વધું છે તેની સામે અમારી ટીમમાં લેફ્ટ હેન્ડ બેટ્સમેન વધું છે જેથી અમે તેમની સામે સારુ રમી શકીશું. અમારી ટીમનું પ્રદર્શન ડેથ ઓવર્સમાં નિરાશાજનક રહ્યું છે જે અમે સુધારવાનો પ્રયત્ન કરીશું. વધું તેમણે જણાવ્યું કે અમારી ટીમે 6 મેચમાં 12 કેચ છોડ્યા છે જે ચિંતાનો વિષય છે જેને અમે સુધારવાનો પ્રયત્ન કરીશું.