બનાસકાંઠા જીલ્લાના થરાદ વાવમાં વરસાદ ખેંચાતા પશુ પાલકો અને ખેડૂતોની હાલત કફોડી બની - tharad Farmers Disturb Due to Rain - THARAD FARMERS DISTURB DUE TO RAIN
🎬 Watch Now: Feature Video
Published : Jun 25, 2024, 8:00 PM IST
બનાસકાંઠા: સામાન્ય રીતે છ જુન બાદ વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે, અને ખેડૂતો પોતાના ખેતર ખેડીને તૈયાર કરી દેતા હોય છે. જોકે ખેડૂતોએ ખેતર તો ખેડીને તૈયાર કર્યા છે પરંતુ વરસાદ હજુ ખેંચાયો છે. બનાસકાંઠામાં હજી સુધી વરસાદ થયો નથી અને જેને કારણે ખેડૂતો ચિંતામાં છે ત્યારે સૌથી વધુ વરસાદ ખેંચવાની અસર પશુપાલન પર થઈ છે. એક તરફ પાણીના સ્તર નીચે છે. જેના કારણે સિંચાઈના પાણીની સમસ્યાઓ ઉભી થાય છે. તો બીજી તરફ પશુ પાલન માટે ઘાસ ચારો પણ મોંઘો થયો છે જે ઘાસચારાના 20 રૂપિયા હતા. તેના 40/50 રૂપિયા થયા છે. તેની જગ્યાએ અત્યારે અંદાજીત 30 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે.
ઘાસચારો મોંઘો થવાથી ખેડૂતોની હાલત પણ કફોડી બની છે જોકે 6 જૂન બાદ વરસાદ થતો હોય છે અને વરસાદ બાદ લીલું ઘાસ ઉગી જતું હોય છે, અને જેના પગલે પશુઓને રાહત થતી હોય છે. પરંતુ હજુ સુધી વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતા વધી છે. પશુપાલકોની ચિંતા વધી છે. અને હજુ જો 15 દિવસ સુધી વરસાદ ખેંચાય તો ખેડૂતો વિકટ પરિસ્થિતિમાં મુકાય તેવી પરિસ્થિતિ છે. ખાસ કરીને થરાદ વાવ સુઈગામ સહીત જિલ્લા પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે, કારણ કે ભૂગર્ભ જળ ખૂબ જ નીચા છે. સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી અને જેને કારણે વરસાદ પર આધારિત ખેતી અને પશુપાલન છે, એટલે કે ખેડૂત હવે આકાશ તરફ મીટ માંડી અને વરસાદની રાહ જોઈ રહ્યો છે ત્યારે વરસાદ થાય તો પશુપાલકોને રાહત મળે અને ખેડૂતોની ચિંતા મટે પરંતુ જો વરસાદ ખેંચાય તો ચોક્કસ ખેડૂતોની પરિસ્થિતિ દયનીય થશે.